Skip to main content
Settings Settings for Dark

મોરબીની સિવિલ હોસ્પિટલમાં કામ કરતા મહિલા કોરોના વોરિયરે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

Live TV

X
  • હસીનાબેન બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર અને દફન વિધિ પણ કરી રહ્યા છે

    મોરબીની સિવિલ હોસ્પિટલમાં કામ કરતા મહિલા કોરોના વોરિયરે સમાજમાં માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હસીનાબેન લાડકા નામની મહિલા  સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેઓ વહેલી સવારથી લઈ મોડી રાત સુધી કોરોના વોર્ડમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે.

    મૃતદેહને અંતિમ વાહિની રથ સુધી પહોંચાડવામાં પણ કરી રહ્યા છે મદદ 

    એટલું જ નહીં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહને અંતિમ વાહિની રથ સુધી પહોંચાડવામાં પણ તેઓ મદદ કરી રહ્યા છે. આ સાથે જ હસીનાબેન બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર અને દફન વિધિ પણ કરી રહ્યા છે. હસીનાબેને આ અંગે જણાવ્યું હતું કે, તેમના પતિ હોસ્પિટલમાં ગયા ત્યારે ત્યાંની કફોડી હાલત જોઈ તેમણે લોકોની મદદ કરવાનું નક્કી કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply