રેલ્વેમંત્રી પિયુષ ગોયેલે રેલ્વે કર્મચારી મયૂર શેલ્કેનાં હિંમતભર્યા કાર્ય માટે 50 હજાર રૂપિયા પુરસ્કાર આપવાની જાહેરાત કરી
Live TV
-
રેલ્વેમંત્રી પિયુષ ગોયેલે રેલ્વે કર્મચારી મયૂર શેલ્કેનાં હિંમતભર્યા કાર્ય માટે 50 હજાર રૂપિયા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. મયૂરે 19 મી એપ્રિલનાં રોજ અદભુત સાહસ બતાવતાં પ્લેટફોર્મથી રેલ્વે પાટા ઉપર પડી ગયેલાં બાળકનો જીવ બચાવ્યો હતો. પોતાનાં જીવનની ચિંતા કર્યા વગર મયૂરે ટ્રેન સામે આવતી હોવા છતાં ઝડપથી દોડી પાટા ઉપર પડેલાં બાળકને બચાવી લીધો હતો. મયૂર શિલ્કે મધ્ય રેલ્વેનાં મુંબઈ ડિવિઝનનાં વાંગણી રેલ્વે સ્ટેશન પર પોઈન્ટસમેન તરીકે કામગીરી કરે છે.
