મોરબીમાં એક શિક્ષિકાએ અંગદાન કરી આપ્યુ ત્રણ વ્યક્તિઓને જીવનદાન
Live TV
-
મોરબીમાં એક શિક્ષિકા બ્રેઇન ડેડ થતા અંગદાન કરાતા ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. મોરબી શહેરમાં સનહાર્ટ સિરામિકમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અલકેશભાઈ માહોતાના પત્ની મોનાલીસાબેનની તબિયત બગડતા તેમને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ડૉક્ટરે બ્રેઈનડેડ જાહેર કર્યા
જો કે પ્રાથમિક સારવાર બાદ તેમણે રાજકોટ વધુ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તપાસ દરમિયાન તેમને બ્રેઈન હેમરેજ થઈ હોવાનું બહાર આવ્યું હતું. બે દિવસની સઘન સારવાર કરવા છતાં કોઈ સુધારો ન થયો અને અંતે ન્યુરોફિઝિશ્યને તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આવી દુખની ઘડીમાં મૃતક મોનાલિસાના પતિ અલકેશભાઈ પત્નીના અંગદાન કરવાનો નિર્ણય લીધો.
ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું
અંગદાનનો નિર્ણય લેવાની સાથે જ રાજકોટનું 89મું અંગદાનનું ઓપરેશન અમદાવાદની ખ્યાતનામ કિડની હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે સંકલન કરી સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. ત્યારે ગઇકાલે શિક્ષિકા મોનાલિસાનાં લિવર, બંને કિડની ટ્રાન્સપ્લાન્ટથી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે અને ચક્ષુદાનથી બે વ્યક્તિને દ્રષ્ટિ મળી છે.
