44 હજાર રૂપિયે કિલોના બિયારણનો ઉપયોગ કરી આ ખેડૂતે કર્યો સાડા ચાર લાખનો નફો
Live TV
-
પાટણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ખેતીક્ષેત્રે અવનવા પ્રયોગો કરી સફળતા મેળવતા થયાં છે. ત્યારે દેલીયાથરા ગામના ભરતસિંહ પણ ઘણા વર્ષોથી ખેતીને નફાકારક બનાવવા અવનવા પ્રયોગ કરતાં થયાં છે.
70 દિવસના ટૂંકા ગાળામાં સાડા ચાર લાખનો નફો
તેમણે તાજેતરમાં કોરોના મહામારી વચ્ચે ટૂંકાગાળાની ખેતી વિષે સર્ચ કરતાં હતા ત્યારે યુ ટ્યુબ પર તેમને ખીરા કાકડીનો પ્રયોગ હાથ લાગ્યો. તેમણે વાવેતરની જમીન ચકાસણી કરાવી અને છાણિયા ખાતરમાં ડી કંપોજર નાખી તેને ખેતરમાં નાખી 44 હજારનું એક કિલો એવું ઉત્તમ મોંઘા ભાવનું બિયારણ લાવી તેનું વાવેતર કર્યું અને માત્ર 40 દિવસ બાદ તેમના ખેતરમાં ખીરા કાકડી લહેરાતી થઈ ગઈ. 44 હજારના બિયારણ ઉપરાંત સાડા ચાર વિઘામાં 1 લાખનો અન્ય ખર્ચ કરતાં તેમને માત્ર 70 દિવસના ટૂંકા ગાળામાં સાડા ચાર લાખનો નફો મળી રહ્યો છે. સાથે સાથે ગામના શ્રમિકોને રોજગારી પણ મળી રહી છે.
