યાત્રાધામ કેદારનાથમાં રાજકોટના 15થી વધુ દર્શનાર્થીઓ ફસાયા
Live TV
-
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પૂરના કારણે ચારધામ યાત્રાએ પહોંચેલા દર્શનાર્થીઓ ફસાઈ ગયા છે. ગુજરાતના રાજકોટના પણ 15 યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા છે જેમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને એક પ્રોફેસર સામેલ છે. રાજકોટની જાણિતી રાજુ એન્જિનિયરિંગ કંપનીના ચેરમેન રાજુ દોશી અને તેમના પત્ની કેદારનાથમાં ફસાયા છે. કેદારનાથમાં ફસાયેલા રાજકોટના પ્રવાસીઓએ સોશિયલ મીડિયાના મારફતથી જાણકારી મોકલી હતી કે ત્યા ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. રાજકોટના જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુએ ફસાયેલા યાત્રિકોનો સંપર્ક કર્યો હતો અને તેમને ઝડપથી પરત લાવવાની અને સ્થાનિક તંત્રની મદદથી પહોંચાડવાની બાંહેધરી આપી હતી. મહત્વનું છે કે ગુજરાત સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા યાત્રિકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
