યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય ધોરાજી બ્રાન્ચ 40 વર્ષથી કાર્યરત
Live TV
-
યુથ હોસ્ટેલ ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય ધોરાજી બ્રાન્ચ 40 વર્ષથી કાર્યરત છે...ધોરાજી બ્રાન્ચને ચાળીસ વર્ષ પૂર્ણ થતાં તેમના દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમાં આ સંસ્થા દ્વારા પ્લાસ્ટિક મુક્ત જંગલ, દરિયાઈ સફાઈ, વૃક્ષારોપણ, વિદ્યાર્થી કેમ્પેઇન દ્વારા જનજાગૃતિ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં છેલ્લા 28 વર્ષથી બોરદેવી જંગલ ખાતે પ્લાસ્ટિક મુક્ત જંગલની ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યા છે....યુથ હોસ્ટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્લાસ્ટીકનું એકત્રીકરણ કરી ફોરેસ્ટ વિભાગને આપવામાં આવે છે. જેમના દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે અને જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવે છે...આમ હાલ આ સંસ્થાને 40 વર્ષ પૂર્ણ થયા હોય કોરોના સમયની અંદર પણ આ કામગીરીને અવિરત ચાલુ રખાઇ છે ....
