રજાઓમાં દેશ ભ્રમણ કરવા માંગો છો ?, જૂઓ IRCTCના પર્યટન પેકેજિસ
Live TV
-
ભારતીય રેલ્વેની પર્યટન શાખા, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC), નવી સામાન્ય પરિસ્થિતિઓમાં કોવીડ પ્રોટોકોલનું પાલન કરીને પર્યટનને સુવિધાજનક બનાવવામાં મોખરે છે.
આઈઆરસીટીસી વેસ્ટ ઝોન ઘરેલું હવાઈ પેકેજો રજૂ કરે છે જે ફક્ત સસ્તું જ નહીં પરંતુ પર્યટન સ્થળોની વિશાળ શ્રેણીને આવરી લે છે. 'ગોડ્સ ઓનકન્ટ્રી' - સેલેશિયલ કેરળ, ડીવાઇન વૈષ્ણોદેવી, બ્લિસફૂલ શ્રી તિરૂપતિ બાલાજી, હેવન ઓન અર્થ' - બ્યુટીફૂલ જમ્મુ-કાશ્મીર, એક્સોટીક ઇષ્ટ ઇન્ડિયા, આઇડિલિક અંદમાન અને રિલેક્સિંગ ગોવા કેટલાક લોકપ્રિય પેકેજો છે. આઇઆરસીટીસી એ પર્યટન ઉદ્યોગમાં ઉપલબ્ધ કેટલાક ખૂબ સસ્તું ઘરેલું એર ટૂર પેકેજનું સંચાલન કરે છે. આ પેકેજોનો લાભ ગ્રુપ ડીપાચર અને જરૂરિયાત મુજબ મેળવી શકાય છે.
આઈઆરસીટીસીની નવીનતમ આકર્ષક ઓફર્સ "બ્લિસફૂલ શ્રી તિરૂપતિ બાલાજી પેકેજ", 1 રાત્રિ / 2 દિવસનું સાપ્તાહિક પ્રસ્થાન 17.07.2021 અને 24.07.2021 ના રોજ છે. જેની પ્રારંભિક કિંમત રૂ.14300/- પર પર્સન ત્રિપલ શેરિંગના આધાર પર છે. "એક્સોટિક લદાખ" 6 રાત્રિ / 7 દિવસનું સાપ્તાહિક પ્રસ્થાન 10.07.2021, 17.07.2021, 24.07.2021, 07.08.2021 થી ત્રિપલ શેરિંગના આધાર પર રૂ.40500/- ની પ્રારંભિક કિંમત સાથે શરુ થાય છે. "સેલેશિયલ કેરળ" 5 રાત્રિ / 6 દિવસનું પ્રસ્થાન 02.10.2021 થી 07.10.2021 સુધી ત્રિપલ શેરિંગના આધાર પર રૂ.27300/- ની પ્રારંભિક કિંમત સાથે શરુ થાય છે. આ તમામ પેકેજો ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, સસ્તું અને સર્વ સમાવિષ્ટ થાય છે જેમાં રીટર્ન એર ટિકિટ, તમામ ટ્રાન્સફર અને ફરવાલાયક સ્થળો, એમ એ પી પર ભોજનની વ્યવસ્થા, પ્રવેશ ફી, આવાસ, ટુર ગાઈડ, મુસાફરી વીમા અને જીએસટી શામેલ છે.
આઈઆરસીટીસી 03 ભારત દર્શન ટૂર્સની જાહેરાત કરતા પ્રસન્નતા અનુભવે છે. "શ્રવણ સ્પેશિયલ જ્યોતિર્લિંગ" 6 રાત્રિ / 7 દિવસ માટે (ઓગસ્ટ 2021) સોલાપુર થી શરુ થઈને સોમનાથ - દ્વારકાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, "દક્ષિણ ભારત" 10 રાત્રિ / 11 દિવસ માટે (ડિસેમ્બર 2021) મુંબઈથી શરુ થઈને બેંગ્લોર - મૈસુર - રામેશ્વરમ - મદુરાઈ - કન્યાકુમારી - ત્રિવેન્દ્રમ સુધી, "ગંગાસાગર યાત્રા" 10 રાત્રિ / 11 દિવસ માટે (ડિસેમ્બર 2021) માટે કોલ્હાપુરથી શરુ થઈને વારાણસી - ગયા - ગંગાસાગર - જગન્નાથ પુરી સુધી. આ વ્યાપક ટૂર પેકેજમાં ટ્રેન ટ્રાવેલ બાય સ્લીપર ક્લાસ / 03 એસી ક્લાસ દ્વારા ટ્રેન યાત્રા, રાત્રિ રોકાણના સ્થાનો પર ડોરમેટ્રી/હૉલ આવાસ, મોર્નિંગ ફ્રેશન અપ, માર્ગ પરિવહન, શાકાહારી ભોજન, સાઇટસીઇંગ, ટૂર એસ્કોર્ટ્સ અને સુરક્ષા વ્યવસ્થા વગેરે સમાવિષ્ટ છે. યાત્રાની પ્રતિદિનની કિંમત રૂ.945 /- પ્રતિ વ્યક્તિ / પ્રતિ દિવસ સ્લીપર ક્લાસ અને રૂ.1155 /- પ્રતિ વ્યક્તિ / પ્રતિ દિવસ 03 એસી ક્લાસ માટે જીએસટી સહિત સમાવિષ્ટ છે.
ગ્રુપ જનરલ મેનેજર, વેસ્ટ ઝોન, આઈઆરસીટીસી, શ્રી રાહુલ હિમાલિયને બ્લિસ્ફૂલ શ્રી તિરૂપતિ બાલાજી પેકેજિસના લોકાર્પણ સમયે જણાવ્યું હતું કે, બધા આઈઆરસીટીસી ટૂર પેકેજ આતિથ્ય, શ્રેષ્ઠ સેવાઓ અને વેલ્યુ ફોર મની પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
ટૂર પેકેજની વિગતો અને બુકિંગ માટે વોટ્સએપ અથવા એસએમએસ દ્વારા "તિરુપતિ" / "લદાખ" / "કેરળ" / "ભારત દર્શન" ટાઈપ કરીને 8287931886 પર મોકલી શકો છો અથવા અમારી વેબસાઇટ www.irctctourism.com ની મુલાકાત લઈ શકો છો.
