Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ દીકરીને કરિયાવરમાં આપ્યા 2400થી વધુ પુસ્તકો 

Live TV

X
  • દિકરીના લગ્નમાં દરેક મા બાપ પોતાની દિકરીને તેના કરિયાવારમાં સોના ચાંદીના આભૂષણ, રાચરચીલુ આપતા હોય છે, પરંતુ રાજકોટના જાડેજા પરિવારના લગ્નમાં, અનોખા પ્રકારનો જ કરિયાવર જોવા મળ્યો. 

    રાજકોટના જાડેજા પરિવારમાં દીકરી કિન્નરીબાએ, માતાપિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકોની માગણી કરી હતી. 

    જો કે દીકરી કિન્નરીબા ઘણા સમયથી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના કર્યો કરી રહ્યા છે. ત્યારે તેમના લગ્ન પ્રસંગથી એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે તે હેતુથી, તેમના પિતા હરદેવસિંહે દિલ્હી, કાશી, બેંગ્લોર જેવા વિવિધ શહેરોમાં ફરીને દિકરીને 2400થી પણ વધારે પુસ્તકો કરિયાવર રુપે આપ્યા હતા. 

    સોશિયલ મિડીયાના આજના યુગમાં જ્યારે વાંચન-પ્રવૃતિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે, આ પુસ્તકરુપી કરિયાવર એક ઊત્તમ ઊદાહરણ પુરુ પાડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply