રાજકોટમાં રસ્તા પર રહેતા ભીક્ષુકોને રૈન બસેરામાં સુવિધા અપાઇ
Live TV
-
રાજકોટના રેસકોર્ષ રીંગરોડ ઉપર મોટી સંખ્યાંમાં ભીક્ષુકો પાથરણા પાથરી સુતા રહે છે. જેથી વહેલી સવારે દોડવા આવતા લોકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. રાજકોટના મેયર પ્રદીપ ડવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ રાત્રે ચેકીંગ કરતા આ હકિકત યોગ્ય લાગતા મહાનગર પાલીકા દ્વારા 700 જેટલા ભીક્ષુકોને રૈન બસેરા ખાતે ખસેડ્યાં હતાં. રૈન બસેરા ખાતે આ લોકોની સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે હવે રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફુટપાથ ઉપર સુઇ રહેતા લોકોને રૈન બસૈરામાં ખસેડવાનું આભિયાન ચાલુ રહેશે.
