રાજકોટ: કોરોના કાબુમાં આવતા શહેરીજનોએ પરિવાર સાથે હળવાશની પળો માણી
Live TV
-
રાજકોટના શહેરીજનો પોતાના પરિવારજનો સાથે રાજકોટના મધ્યમાં આવેલ રેસકોર્સ રિંગ રોડની પાળીએ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. કોરોના મહામારીમાં લોકો કોરોનાના ડરથી ઘરની બહાર પણ નીકળતા ડરી રહ્યાં હતાં, જ્યારે હાલ કોરોનાની પરિસ્થિતિ થોડી કાબુમાં આવતા શહેરીજનો હળવાશની પળો માણવા તેમના પરિવારો સાથે રેસકોર્સ રિંગ રોડ પર પહોંચ્યા હતા.
રાજકોટ શહેર પોલીસ દ્વારા આ રિંગ રોડ પર સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ પરિવાર સાથે આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી બેસવા વિનંતી કરવામાં આવી હતી તેમજ માસ્ક ન પહેરનાર શહેરીજનોને કડકાઈથી સૂચનાઓ આપી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં રાહત મળતા રાજકોટના રેસકોર્સ રિંગ રોડની રંગત દોઢ વર્ષ બાદ ફરી જોવા મળી હતી.
