રાજપીપળામાં ફાયર સેફ્ટી વગરની 3 શાળાને કરાઇ સીલ
Live TV
-
રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેને લઇને નર્મદાના રાજપીપળા ખાતે ચેકીંગ કરાતા 3 સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં આવતી 3 સ્કૂલો પાસે ફાયર એનઓસી ન હોવાથી તેને સીલ કરવામાં આવી હતી. આ અગાઉ આ સ્કૂલોને 3 વખત નોટિસ આપવા છતાં પણ શાળા દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી નહોતી. પરિણામે સ્કૂલ અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
