રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હોળી-ધુળેટી અને મહિલા દિવસની પાઠવી શુભકામના
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હોળી-ધુળેટી અને મહિલા દિવસની શુભકામના પાઠવી હતી. તેમજ તેમણે લોકોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, હોળી-ધુળેટીનું ધાર્મિક મહાત્મ્ય દર્શાવે છે કે, સત્ય અને માનવતા અજેય તાકાત છે. પ્રેમ અને ભાઈચારાથી પરસ્પરનાં જીવન સુખ અને શાંતિના અબીલ-ગુલાલથી રંગાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને હોળી-ધુળેટીના પર્વની અને સાથોસાથ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી છે. ભાઈ-બહેનોને રંગપર્વની શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, હોળી-ધુળેટીનું ધાર્મિક મહાત્મ્ય દર્શાવે છે કે, સત્ય અને માનવતા અજેય તાકાત છે. પ્રેમ અને ભાઈચારાથી પરસ્પરનાં જીવન સુખ અને શાંતિના અબીલ-ગુલાલથી રંગાય છે.
યોગાનુયોગે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવી રહ્યા છીએ. મહિલાઓની હસ્સેદારીને આવકારીએ. મહિલાઓના યોગદાનના સન્માન સાથે સૌને પ્રાકૃતિક, સ્વાસ્થ્યપ્રદ અને સુખદાયી રંગોત્સવની શુભકામનાઓ.