હોળી-ધૂળેટી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રજાજનોને શુભેચ્છાઓ
Live TV
-
આવતીકાલે રંગોનો તહેવાર એવા હોળી-ધૂળેટીના પર્વની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ પરસ્પર પ્રેમ-બંધુત્વ અને સામાજિક સમરસતાને ઉજાગર કરતું પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ વ્યકત કરી છે. તેમજ ભૂપેન્દ્ર પટેલે રંગોનો આ ઉત્સવ જન-જનના જીવનમાં ઉલ્લાસ અને ઉમંગના રંગ ભરનારો બને તેવી શુભકામનાઓ પણ સૌ નાગરિકોને પાઠવી છે.