રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના પ્રકોપને લઈને લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે સ્વૈચ્છિક બંધ
Live TV
-
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને પગલે રાજ્યના કેટલાક ગામોમાં પણ કોરોનાના કેસ વધતા, સ્વૈચ્છિક રીતે લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યુ છે. કચ્છના મુંદ્રાના સમા ઘોઘામાં 13 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.. સમાઘોઘા ગ્રામપંચાયત દ્વારા 6 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.. ગામમાં બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.. મહત્વનુ છે કે સમાઘોઘામાં 6 દિવસમાં 30 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થતા પંચાયતે આ નિર્ણય લીધો હતો..
