Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર પર્યાવરણનું જતન કરનારાઓને એવોર્ડથી સન્માનિત કરશે

Live TV

X
  • પર્યાવરણ ક્ષેત્રમાં યોગદાન આપનારનું ગુજરાત સરકાર સન્માન કરશે. ગુજરાત સરકારનું કલાઈમેન્ટ ચેન્જ વિભાગ નવતર અભિગમ અપનાવવા જઈ રહી છે. 'ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ' થકી પર્યાવરણ પ્રેમીઓ અને સંરક્ષકોનું સન્માન કરવામાં આવશે. ઘન પ્રવાહીના કચરાના નિકાલની વ્યવસ્થા, પ્લાસ્ટિક કચરાનો નિકાલ, વૃક્ષોના જતન માટેની કામગીરી કરી હોય કે પછી શિક્ષણ ક્ષેત્રે પર્યાવરણનો પ્રચાર વિશિષ્ટ કર્યો હોય તેવા લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે દરિયાકાંઠે રહેતા વર્ગ માટે કે કોઈ રિસર્ચ વર્ક કર્યું હોય તે લોકો પણ આ એવોર્ડ માટે દાવેદારી લઈ શકે છે. 'ક્લાઈમેટ ચેન્જ' એવોર્ડ માટે 10 કેટેગરી રાખવામાં આવી છે અને કેટેગરી મુજબ 3-3 એવોર્ડ એનાયત કરાશે જેમાં 1 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ એવોર્ડ તરીકે આપવામાં આવશે. આ એવોર્ડ મેળવવા માટે ક્લાઈમેટ ચેન્જ વિભાગની વેબસાઈટ  www.ccd.gujarat.gov.in  અને અન્ય વેબસાઈટ www.geda.gujarat.gov.in પરથી ફોર્મ મેળવી શકાશે. 3 જાન્યુઆરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ત્યારે હવે પર્યાવરણ માટે કામ કરનારાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકારના ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગે સરાહનીય પ્રયાસ કરવાની દિશામાં પગલું માંડ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply