રાષ્ટ્રના વિકાસની ગતિ ઝડપી બનાવશે રાઇઝિંગ ટુગેધર કાર્યક્રમ
Live TV
-
અમદાવાદ ખાતે ક્રેડાઈ અને ગાહેડ મારફતે આયોજિત રાઇઝિંગ ટુગેધર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે," રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જરૂરી મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે. આ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને વહીવટી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવાના પ્રયાસો કરવામાં આવશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા રોજગાર સર્જનના પગલે રાષ્ટ્રની વિકાસની ગતિ વધુ ઝડપી બનશે." આ પ્રસંગે મુખ્યમંત્રીએ રિયલ એસ્ટેટ ક્ષેત્રના સામાજિક યોગદાન પર સરાહના કરી હતી. તેમણે આ ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પણ આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું.
