લક્ષચંડી મહાયજ્ઞનું લાંભવેલ મોટા ખોડિયાર મંદિર ખાતે કરવામાં આવ્યું આયોજન
Live TV
-
હિન્દુ સંસ્કૃતિના અતિ મહત્વના મહાત્મય ધરાવતા યજ્ઞો પૈકીના લક્ષચંડી મહાયજ્ઞનું વરસડા તળાવ લાંભવેલ મોટા ખોડિયાર મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ લક્ષચંડી યજ્ઞનુ આગામી ૧૩ થી ર૦ એપ્રિલ સુધી આયોજન કરાયું છે. આ લક્ષચંડી મહાયજ્ઞ માટે બાંધણીનું કામ રાજસ્થાનના કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ફકત વાંસ, ઘાસ, સૂતળી અને કાથીનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૬૧ ફુટ ઉંચી અને ર૮ હજાર ૯૦૦ ચોરસ ફૂટની વિશાળ પવિત્ર યજ્ઞશાળામાં ૧૦૮ કુંડ બનાવાશે. યજ્ઞના દર્શન માટે ચોમેર ર૦ ફુટનો રસ્તો પણ રાખવામાં આવ્યો છે. મંદિરના પૂ.વિનોદચંદ્ર મહારાજ, ટ્રસ્ટીગણ, સેવાભાવીઓ સહિત ભાવિકજનોના સહકારથી તેને સફળ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
