Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ મકરપુરાના હેડ કૉન્સ્ટેબલ સાથે રાખે છે કફન, લાવારિશ લાશોને ઓઢાડે છે

Live TV

X
  • પોલીસનું નામ પડતા જ લોકોના મગજમાં એક કઠોર કડક વ્યક્તિનું ચિત્ર આવતું હોય છે, જે કાયદાનું પાલન કડકાઇથી કરાવે, પરંતુ પોલીસ વિભાગનાં કર્મચારીઓ પોતાની ડ્યુટી કરવાની સાથે માનવતાનો દીવો પણ પ્રગટાવે છે.

    મૂળ પોરબંદરના રહેવાસી અને હાલ વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનમાં તરસાલી હાઇ-વે ચોકી પર હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા સુરેશભાઈ હિંગલાખીયા ફરજ દરમિયાન હંમેશા સફેદ કફન પોતાની સાથે રાખે છે. તેઓ માર્ગ અકસ્માતમાં મોતને ભેટતા લોકોને કફન ઓઢાડીને સેવા કરી રહ્યા છે.

    વડોદરા શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુરેશભાઇ હિંગલાખીયા ઓકટોબર 2016થી વડોદરા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 49 વર્ષીય સુરેશભાઇએ જણાવ્યું હતું કે તેઓ વડોદરા આવ્યા ત્યારે કંટ્રોલમાંથી એક અકસ્માતનો મેસેજ મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા.

    ત્યાં ઈજાગ્રસ્ત એક મહિલાને કફન પણ મળ્યું ન હતું. તે દિવસથી તેઓ કફન સાથે રાખે છે. અત્યાર સુધીમાં તેમણે 200 જેટલા મૃતદેહો ઉપર કફન ઢાંક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply