વડોદરા:અનંત ચૌદશના દિવસે ભક્તિભાવપૂર્ણ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન
Live TV
-
વડોદરા જિલ્લામાં અનંત ચૌદશના દિવસે ભક્તિભાવ પૂર્વક 4 કૃત્રિમ તળાવો સહિત 32 જળાશયોમાં 5,000થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઈલોરા પાર્ક સોસાયટી ખાતે બનાવેલ કૃત્રિમ તળાવમાં સાસંદ રંજનબેન ભટ્ટનીની ઉપસ્થિતિમાં શ્રીજીની માટીની પ્રતિમાને વિસર્જીત કરવામાં આવી હતી.ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળની અનોખી પહેલ સાથે ગણેશ ઉત્સવને આરોગ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો.તેમના દ્વારા વિસર્જનનાં દિવસે 51 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન તેમજ એક એમ્બ્યુલન્સ શહેરને ભેટ આપવામાં આવી હતી.સાસંદ રંજનબેન ભટ્ટે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.વડોદરાના રાજવી પરિવાર દ્વારા પણ ગણેશજીની માટીની પ્રતિમાની પરંપરા મુજબ પૂજા આરતી કરવામાં આવી હતી.શ્રીજીને વિદાય ચાંદીની કલાત્મક પાલખીમાં બેસાડીને લક્ષ્મીવિલાસ પેલેસના પરિસરમાં વિસર્જીત કરવામાં આવી હતી.
