Skip to main content
Settings Settings for Dark

વડોદરા: સયાજી હોસ્પિટલમાં તબીબો અને નર્સ બહેનો સાથે સગર્ભાઓ પણ ગરબે ઘૂમી

Live TV

X
  • દેશ ઉપર કોરોના મહામારીનું સંકટ આવતા ગત વર્ષે નવરાત્રી ઉજવણી ખૂબ ફિકી રહી હતી. જયારે આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાથી સાવચેતી સાથે ફરી એકવાર નવરાત્રીની ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં સ્થિત સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં હોસ્પિટલના તબીબો, સ્ટાફ નર્સો, નર્સિંગ વિદ્યાર્થીનીઓ, અન્ય મહિલા કર્મચારીઓ અને સફાઇ સેવિકાઓ ગત રાત્રીના રોજ હોસ્પિટલમાં જ ગરબે રમી હતી. તેમની સાથે તાજેતરમાં ફ્લોરેન્સ નાઈટિંગેલ એવોર્ડથી વિભૂષિત હેડ નર્સ ભાનુબહેન ઘીવાલા જોડાતા સહુનો ઉત્સાહ વધ્યો હતો. ખાસ વાત તો એ છે કે, આદ્ય શક્તિની સાધના માટે યોજવામાં આવેલા આ ગરબામાં પ્રસૂતિ વિભાગમાં દાખલ સગર્ભાઓ પણ સૌની સાથે ગરબે રમી હતી.
    આમ તો પ્રસૂતિ નજીક હોય તેવી બહેનો ગરબા રમવાનું ટાળતી હોય છે, પરંતુ પ્રસૂતિ માટે આવેલ આ બહેનોએ જણાવ્યું કે, અમારી સાથે તબીબો અને નર્સો પણ ગરબે રમતાં હોય ત્યારે અમને કશું થશે તો નો ડર નીકળી ગયો હતો અને અમને ખૂબ મજા આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply