Skip to main content
Settings Settings for Dark

સાયકલિંગ ફૉર ફિટ પાટણ, સાયકલિંગ ફોર હેલ્ધી પાટણના સંકલ્પ સાથે યોજાઈ સાઈકલ રેલી

Live TV

X
  • પાટણ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવા માટે શહેરની એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ‘સાયકલિંગ ફૉર ફિટ પાટણ, સાયકલિંગ ફોર હેલ્ધી પાટણ’ ના સંકલ્પ સાથે સાઈકલ રેલી યોજાઈ હતી. જેમાં 70 થી વધુ સાયકલ સવારો દ્વારા સાયકલિંગ કરી, સ્વાસ્થ્ય ઉપરાંત સ્વચ્છતા અને વેક્સિનેશન અંગે સંદેશ આપવામાં આવ્યો છે.
    શહેરના સિદ્ધહેમ ગાર્ડન ખાતેથી પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી, આ સાઇકલ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાયકલ રેલી રેલ્વે સ્ટેશન, એસ ટી સ્ટેન્ડ, પારેવા સર્કલ, છીંડીયા દરવાજા, ત્રણ દરવાજા ,હિંગળાચાચર વિસ્તારમાં થઈ સિદ્ધહેમ ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ‘સાયકલિંગ ફૉર ફિટ પાટણ, સાયકલિંગ ફોર હેલ્ધી પાટણ’ ના સૂત્રને સાર્થક કરવા 70 થી વધુ સાયકલ સવારોએ નિરામય સ્વાસ્થ્ય માટે કસરત અને યોગનો રોજીંદા જીવનમાં સમાવેશ, પ્લાસ્ટીકનો બિનજરૂરી ઉપયોગ ટાળવા તથા કોરોના પ્રતિરોધક રસીકરણ અંગે સંદેશ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply