Skip to main content
Settings Settings for Dark

વિશ્વભરમાં 16 જુલાઈએ વિશ્વ સાપ દિવસની ઉજવણી

Live TV

X
  • વિશ્વભરમાં 16 જુલાઈએ વિશ્વ સાપ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વમાં 3500થી વધુ સાપની પ્રજાતિઓ છે જેમાંથી 600 જેટલી પ્રજાતિ જ ઝેરી છે.

    સાપ કે નાગ અંગે વિશ્વમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ સૌથી વધુ ગેરમાન્યતા છે. તેથી સાપ અંગે ભ્રમણા દૂર કરવા કરી જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે. વિશ્વભરમાં 16 જુલાઈએ વિશ્વ સાપ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વમાં 3500થી વધુ સાપની પ્રજાતિઓ છે જેમાંથી 600 જેટલી પ્રજાતિ જ ઝેરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માહિતી મુજબ તેમાંથી માત્ર 200 જેટલી પ્રજાતિ જ માનવ જીવન માટે જોખમકારી છે. 

    વિશ્વનો સૌથી નાનો સાપ બાર્બડોસ થ્રેડ છે જેની લંબાઈ માત્ર  4 ઇંચ છે, જ્યારે સૌથી લાંબો સાપ ગ્રીન એનકોન્ડા છે જેની લંબાઈ 6 મીટરથી વધુ નોંધાયેલી છે. સાપ તેમના માથાના વ્યાસ કરતાં ત્રણ ગણા મોટા શિકારને ખાઈ શકે છે. આપણા ઇકોસિસ્ટમમાં સાપની મુખ્ય ભૂમિકા છે. સાપને ખેડૂતનો મિત્ર પણ કહેવામાં આવે છે. સાપ ઉંદરોના દરની અંદર જઈને તેમને ખાઈને ઉંદરો દ્વારા થતાં જમીનના બગાડને અટકાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply