સરકારની સહાયથી પ્રાકૃત કૃષિના માસ્ટર બન્યા વાંચ ગામના રમેશભાઈ, 11 ગામમાં ખેડૂતોને આપે છે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન
Live TV
-
રાજ્યમાં ગરીબ, પછાત, ગ્રામજનો તથા છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય તથા કેન્દ્ર સરકારની અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વિવિધ યુજનાઓના સુચારી સંચાલન થકી યોજનાકીય લાભો આજે સીધા જ ગરીબોના હાથમાં પહોંચી રહ્યા છે.જેથી તેમના જીવન સ્તરમાં મોટા પાયે સુધારો નોંધાઈ રહ્યો છે. જેના લીધે ગરીબોના જીવનમાં ખરા અર્થમાં ઉજાસ પથરાય છે.
વાંચા ગામના રમેશભાઈ પણ આવા જ એક લાભાર્થી છે. જેમણે સરકારની યોજનાઓના લાભો થકી પ્રાકૃતિક ખેતી અને બાગાયતી કૃષિમાં સફળતા મેળવી છે. પીએમ કિસાન નિધિ, આઈ ખેડૂત મોબાઈલ સહાય, આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોથી રમેશભાઈનું જીવન સરળ બન્યુ છે.
સરકારની સહાય થકી સામાન્ય ખેડૂતમાંથી પ્રાકૃતિક કૃષિના ટ્રેનર બનવા સુધીની પોતાની સફર અંગેની વાત કરતા રમેશભાઈ જણાવે છે કે, ત્રણ વર્ષતી પ્રાકૃતિક બાગયત ખેતીમાં ફાલસા અને સીતાફળની ખેતીમાં કૃષિ અને બાગાયત વિભાગની સહાય અને માર્ગદર્શન મળવાથી સારી ઉપજ અને નફો મેળવી શક્યો છું. પીએમ કિસાન નિધિ યોજના થકી પણ મને 6 હજાર રૂપિયા મળતા સારી એવી સહાયતા થઈ છે. આઈ ખેડૂત મોબાઈલ સહાયથી મને મોબાઈલ ખરીદી માટે સહાય મળી છે. મોબાઈલ દ્વારા હું પ્રાકૃતિક અને બાગયતી ખેતીની નવી પદ્ધતીઓ અને અન્ય બાબતો અંગે ત્વરિત માર્ગદર્શન મેળવી શકુ છુ. રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા આયુષ્માન કાર્ડ થકી સ્વાસ્થ્ય સંબંધિત આવનારી સંભવિત ગંભિર બિમારીઓ સામે પણ સુરક્ષા કવચ મારા પરિવારને મળેલુ છે.
રમેશભાઈ વધુમાં જણાવતા વધુમાં કહે છે કે, આત્મા પ્રોજેક્ટ તરફથી મને ફાર્મર ફ્રેન્ડ તરીકે નીમવામાં આવ્યો છે.બાવલા ખાતે 7 દિવસ સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિ અંગે તાલીમ લીધા બાદ મને માસ્ટર ટ્રેનર નિમવામાં આવ્યો છે. આજુબાજુના 11 જેટલા ગામોમાં હું પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અને માર્ગદર્શન પૂરૂ પાડુ છુ. આત્મા પ્રોજેકટ સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સારી કામગીરી કરવા બદલ મને તાલકુા અને જિલ્લા કક્ષાએ એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે.
આમ, સરકારની સહાય અને માર્ગદર્શન થકી જીવન નિર્વાહમાં તો મદદ મળી જ છે. સાથો સાથે ખેડૂતોને માન સમ્માન પણ મળ્યું છે.
