વેરાવળ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને 11 કરોડ 38 લાખના ખર્ચે ત્રણ છાત્રાલયનું લોકાર્પણ કરાયું
Live TV
-
વેરાવળ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને 11 કરોડ 38 લાખના ખર્ચે ત્રણ છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઇ ગયો.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ તેમજ સરકારી કન્યા છાત્રાલય, ઉનાનો વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ સમારોહ આજે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ન્યાય અને અધિકારિતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર તેમજ નિયામક વિચરતી જાતિ ગાંધીનગર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
