Skip to main content
Settings Settings for Dark

શહીદ દિવસ : અમદાવાદના મેયર ,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેને વીર ભગતસિંહને સૂતરની માળા પહેરાવી વંદન કર્યા

Live TV

X
  • આજે 23 માર્ચ 2021નો દિવસ...દર વર્ષે 23 માર્ચના દિવસને શહીદ વીર ભગતસિંહની યાદમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે..આજના દિવસે શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વીર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરુષોને પણ યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું.આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને 1931માં ફાંસી આપવામાં આવી હતી.

    અમદાવાદના મેયર કિરીટ પરમારે શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ વીર ભગતસિંહની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી નમન કર્યા હતા..તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પણ વીર ભગતસિંહના બલિદાનને યાદ કરતા સૂતરની માળા અર્પણ કરી હતી..આ પ્રસંગે ડે.મેયર ગીતાબેન પટેલ,શાસકપક્ષના નેતા ભાસ્કર ભટ્ટ તેમજ દંડક અરુણ રાજપૂત સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply