સયાજી બાગમાંની ટોય ટ્રેન પુનઃ કાર્યાન્વિત કરાઈ
Live TV
-
કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે લોક ડાઉનમાં બંધ કરવામાં આવેલ સેવાઓ પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. વડોદરા સ્થિત સયાજી બાગ પણ મહામારીને પગલે ૧૮ માર્ચ ,૨૦૨૦ થી બંધ હતો. પરંતુ અનલોક પ્રક્રીયાના ભાગરૂપે સયાજીબાગ ફરી ખુલ્લો મુકાયો છે. સયાજી બાગમાંની ટોય ટ્રેન પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી છે. સયાજી બાગમાં ધીમેધીમે પ્રવાસીઓના આકર્ષણ વધી રહ્યું છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરના ઉપયોગ સાથે ટ્રેન શરૂ થતાં બાળકો ફરી સયાજી બાગની મુલાકાતે આવતા થયા છે. ટોય ટ્રેન ચાલુ થતા બાળકો ખુશ ખુશાલ જણાતા હતા. સયાજીબાગ એમ્યુઝમેન્ટ પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. જાણે કે મહામારીકાળ પછી જીવન ફરી ખિલખિલાટ કરવા લાગ્યું છે.
