સુરતમાં રાજ્ય પેટ્રોલિયમ મંત્રીની કાર્યવાહી, પેટ્રોલપંપ કરાયું સીલ
Live TV
-
સુરતમાં પેટ્રોલંપપ પર ચાલતી ગેરરીતિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા યશ પેટ્રોલપંપ પર વાહનચાલકોને ઈંધણ આપવામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો આવતી હતી જેને લઈ પેટ્રો કેમિકલ મંત્રી મુકેશ પટેલે ખુદ તપાસ કરી હતી. મંત્રી મુકેશ પટેલ પેટ્રોલ પંપ પર ડિઝલ પૂરાવવા ગયા હતા જ્યા તેમને નોઝલની અને પંપની જાતે તપાસ કરી હતી. મંત્રી મુકેશ પટેલને ગેરરીતિ જણાતા તોલમાપ વિભીાગની ટીમને સ્થળ તપાસ માટે બોલાવાઈ હતી. તોલમાપ વિભાગની ટીમની તપાસમાં પેટ્રોલપંપ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી. પેટ્રો કેમિકલ મંત્રીની તપાસ બાદ પેટ્રોલપંપને સીલ મારવામાં આવ્યુ હતું.
