Skip to main content
Settings Settings for Dark

સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોએ ચાવંડ ચેકપોસ્ટ ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કરાવવું ફરજીયાત

Live TV

X
  • અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરાયુ

    અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે મોટાભાગના પોઝીટીવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવ્યા છે. જેથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા વાહનો મુસાફરોનું સઘન મેડિકલ ચેકઅપ તે અત્યંત જરૂરી છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા તા: ૧૪ જુલાઈના જાહેરનામું બહાર પાડી સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા તમામ મુસાફરોને/ વાહનોને આવવા માટે લાઠીની ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી/ સ્ક્રીનિંગ કરાવી અમરેલી જિલ્લામાં પ્રવેશવા ફરમાવ્યું હતું. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા વાહનો/ મુસાફરો ચાવંડ ચેકપોસ્ટ સિવાય અન્ય કોઈ પણ સ્થળેથી પ્રવેશ કરી શકશે નહિ.

    ચાવંડ ચેકપોસ્ટ પરથી નથી ચાલતી તેવી એસ.ટી.બસો (૧) કૃષ્ણનગર-સાવરકુંડલા વાયા પાલીતાણા -જેસર (૨) કૃષ્ણનગર-સાવર કુંડલા વાયા પાલીતાણા-જેસર (૩) ખેડબ્રહ્મા- સાવરકુંડલા વાયા ગારીયાધાર-લીલીયા. આ બસોના મુસાફરોએ સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે ચકાસણી સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે, તેમજ (૪) કૃષ્ણનગર-જાફરાબાદ વાયા ભાવનગર-રાજુલા(૫) કૃષ્ણનગર-ઉના વાયા ભાવનગર-રાજુલા બંને બસોના મુસાફરોએ રાજુલાના ડુંગર ખાતે આરોગ્ય ચકાસણી સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે. સુરત જિલ્લા, અમદાવાદ જિલ્લા કે મુંબઈમાંથી આવનાર મુસાફરોએ અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા બાદ તેમનું હેલ્થ સ્ક્રીનિંગ ન થાય ત્યાં સુધી કોઈ મુસાફરોએ વાહનમાંથી નીચે ઉતરવાનું નથી.

    આ હુકમ સરકારી ફરજ પરના વાહનો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વાહનો, ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામુ તા.૧૬/૦૭/૨૦૨૦ થી તા.૩૧/૦૭/૨૦૨૦ (બંને દીવસો સહીત) અમલમાં ગણાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply