Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લાના સ્વાસ્થ્યવર્ધક કચરિયાની શિયાળામાં ધૂમ માંગ

Live TV

X
  • હાલ શિયાળાની સિઝન પુરજોશમાં છે અને ઠંડીનો માહોલ સમગ્ર રાજ્યમાં જામેલો છે, ત્યારે વસાણાની જૂની રીતભાત મુજબ ખોરાક લેવા માટે લોકો આગ્રહ રાખતા હોય છે. ખાસ કરીને શિયાળામાં વિવિધ પ્રકારના વસાણા આયુર્વેદિક ગુણોથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક હોવાથી વધુ પ્રમાણમાં ખવાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વર્ષોથી સફેદ તેમજ કાળા તલનું કચરિયું વખણાય છે. જેની સિઝન દરમિયાન ખૂબ જ માંગ હોય છે અને લીંબડી પંથકમાં તલનું વાવેતર થતું હોવાથી વર્ષોથી અહીં વેપારીઓ દ્વારા તલનું કચરિયું બનાવવામાં આવે છે.

     જૂની રીતભાત મુજબ કાજુ, બદામ ,સહિત સુકામેવા અને સૂંઠ જેવા મસાલા યુક્ત કચરિયું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હિતકારી હોવાથી શિયાળાની સિઝન દરમિયાન એની માંગ ખૂબ જ વધી જતી હોય છે. લીબડીનું કચરિયું અમદાવાદ ,વડોદરા ,રાજકોટ તેમજ અન્ય શહેરોમાં પણ માંગ હોવાથી વેચાતું હોય છે, ત્યારે આવું ગુણવત્તાયુક્ત કચરિયું ખાવાથી શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક હોવાથી અને આરોગ્ય સારું રહેતું હોઈ વધુ પ્રમાણમાં વેચાય છે અને ખવાય પણ છે જેથી લોકો પણ અહીં આ કચરિયું ખરીદવા ઉમટી પડતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply