સુરેન્દ્રનગર: પાદરી ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી કર્યું ગોલા બોરનું વાવેતર
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ પાદરી ગામના એક ધરતીપુત્ર દિનેશભાઈ દ્વારા ઓર્ગેનિક ખેતી થકી મોટી માત્રામાં બોરનું ઉત્પાદન કરી, મબલખ આવક મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાકનું ઉત્પાદન વધારવા માટે લોકો રાસાયણિક ખાતર અને પાકને રોગોથી બચાવવા વિવિધ દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે. આમ ખેડૂતોની જમીનની ફળદ્રુપતામાં તો લાંબા સમયે ઘટાડો થાય જ છે પરંતુ સાથો સાથ ખેતીમાં થતો ખર્ચ પણ વધી જતો હોય છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતથી પ્રેરણા લઇ સુરેન્દ્રનગર-પાદરીના ખેડૂત દિનેશભાઇ રાસાયણિક ખેતીથી સજીવ ખેતી તરફ વળ્યાં છે.
દિનેશભાઇ પહેલા કપાસ, જુવાર વગેરેની ખેતી કરતા હતા. જેમાં વધુ ઉત્પાદન લેવા માટે ખર્ચ પણ વધુ થતો હતો. આ ઉપરાંત પાકના ભાવ પણ પૂરતા ન મળતા હતા. ત્યારે હવે દિનેશભાઇએ રોકડીયા પાકની જગ્યાએ પોતાના ફાર્મ હાઉસમાં બાર વિઘામાં ગોલા બોરનું વાવેતર કર્યું છે. સજીવ ખેતીથી કરેલ ગોલા બોરના વાવેતરથી હવે તેઓ વાર્ષીક ચાર લાખ જેટલી મબલખ આવક મેળવી રહ્યા છે.