સેવાસેતુ કાર્યક્રમના 7માં તબક્કાનો 22 ઓકટોબરથી પ્રારંભ
Live TV
-
ગુજરાત સરકારના સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કાની આગામી દિવસોમાં શરૂઆત થશે. 22 ઓકટોબરથી 5 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતી 56 સેવાઓને સેવાસેતુ કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમ અઠવાડિયામાં બે દિવસ શુક્રવાર અને શનિવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયમાં યોજાશે. રાજ્ય સરકારના 13 વિભાગોની 56 જેટલી સેવાઓ રાજ્યની જનતા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મેળવી શકશે. ગ્રામ્ય વિસ્તારોમાં 6 થી 8 ગામ વચ્ચે અને નગરપાલિકાના 4 થી 5 વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમનો એક કેમ્પ યોજવામાં આવશે. તમામ નગરપાલિકાઓમાં 2 થી 3 સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યસરકારના અત્યાર સુધીના સેવાસેતુ કાર્યક્રમના છ તબક્કામાં 2 કરોડથી વધુ લોકોને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે.
