32મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધામાં સિલ્કી નાગપુરે અને અનિકેત પટેલની જીત
Live TV
-
ગુજરાતમાં ચોરવાડથી વેરાવળના દરિયામાં 32 મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મહિલાઓની શ્રેણીમાં સિલ્કી નાગપુરે અને પુરુષોની શ્રેણીમાં અનિકેત પટેલે પ્રથમ સ્થળ મેળવ્યું હતું. તરણ સ્પર્ધાને સાંસદ રાજેશ ચુડાસમાએ લીલી ઝંડી આપી હતી. આ તરણ સ્પર્ધામાં 6 બહેનો અને 15 ભાઈઓ જોડાયા હતા. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી પણ સ્પર્ધકો જોડાયા હતા. બહેનો માટે આદ્રી બંદરથી વેરાવળ સુધી 12 નોટિકલ માઈલ અને ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટીકલ માઈલ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. આ તરણ સ્પર્ધામાં મહિલાઓમાં સિલ્કી નાગપુરે એ 3 કલાક 48 મિનિટનો સમય લઇ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે પુરુષોમાં અનિકેત પટેલે 5 કલાક 5 મિનિટનો સમય લઇને પ્રથમ નંબરે રહ્યા હતા.
