Skip to main content
Settings Settings for Dark

CBSE બોર્ડ 12 સાયન્સમાં અમદાવાદનો જીનય ડગલી અગ્રેસર

Live TV

X
  • અમદાવાદની તુલીપ સ્કુલના જીનય ડગલીએ 12 સાયન્સમાં મેળવ્યુ 97.2 ટકા પરિણામ

    જો મજબૂત મનોબળ હોય અને અભ્યાસમાં નિયમિતતા અને સમયબદ્ધતા રાખો તો સફળતા મળે જ છે..આ કહેવુ છે CBSE 12 સાયન્સમાં 97.2 ટકા પરિણામ મેળવનાર જીનય  ડગલીનું...શહેરના વાસણા વિસ્તારનો જીનય ડગલી કોઈ પણ ટ્યુશન વિના 97.2 ટકા માર્ક્સ મેળવી શાળાનું અને શહેરનું નામ રોશન કર્યુ છે..જીનયના પિતા આનંદ ડગલીએ જણાવ્યુ હતુ કે જીનય હંમેશા ભણવા માટે સ્વયંભૂ તૈયારી કરતો હતો..અમે તેને અભ્યાસમાં સહયોગ થાય તેવા પ્રયાસો કરતા રહ્યા...અગાઉ જીનયે ધોરણ 10માં અજમેર રિજનમાં પણ ટોપ કર્યુ હતુ..જોકે જીનયની શાળાના શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે..જીનયની આ સિદ્ધિને શાળા પરિવારે પણ ખૂબ જ બિરદાવી છે..


    જીનય ડગલીએ પોતાની સફળતા વિશે જણાવ્યુ છે કે હું બોપલ તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલનો વિદ્યાર્થી છું..મારા પપ્પા સિવિલ એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે..પરીક્ષાની તૈયારી વિશે જીનયે જણાવ્યુ હતુ કે હું પાછલા બે-ત્રણ વર્ષના પેપર સોલ્વ કરતો હતો..રોજની 7 કલાકની મહેનત કરતો હતો..JEE પરીક્ષાની પણ તૈયારી કરતો હતો..મને જે પરિણામ પ્રાપ્ત થયુ છે તેમાં શાળા પરિવાર , શિક્ષકોનો મને ખૂબ સારો સહયોગ મળ્યો છે.. જેના થકી હું અહી સુધી પહોંચી શક્યો..તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલના ભાગવત રાવત સર , હેમપ્રભા શાહ મેડમ અને રાજેશ પન્વર સરનું ખૂબ સુંદર સહયોગ, માર્ગદર્શન અને શિક્ષણ મળ્યુ...હું તેમનો આભારી છું..હવે આગળ મને એન્જિનિયરિંગ લાઈનમાં કરિયર બનાવવું છે.જેના માટે હું હજુ વધુ મહેનત કરીશ..

    તુલીપ સ્કુલના તેજસ શ્રીધરે જણાવ્યુ હતુ કે અમારી શાળાનું હંમેશાની જેમ 100 ટકા પરિણામ આવ્યુ છે..આ વખતે પણ અમારા વિદ્યાર્થીઓ અગ્રેસર સર્યા છે..જેનો અમને આનંદ અને ગૌરવ છે..જેમાં 15 વિદ્યાર્થીઓના 95 ટકાથી વધુ પરિણામ આવ્યા છે..જ્યારે 45 વિદ્યાર્થીઓના 90 ટકાથી વધુ પરિણામ આવ્યા છે..અમે વિદ્યાર્થીઓને વધુને વધુ સારુ શિક્ષણ મળી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે.

     

    માનવ સંસાધન વિકાસ મંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ 'નિશંકે' પરીક્ષા પરિણામોની જાહેરાત કરતાં તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સારૂં આરોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જ સરકારની પ્રાથમિક્તા છે. વર્ષ 2020માં 12 લાખ 3 હજાર 595 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 11 લાખ 52 હજાર 961 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.કુલ 10 લાખ 59 હજાર 80 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થયાં છે. જાહેર થયેલા પરિણામોમાં 13.24 ટકા વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યાં છે. જ્યારે 3.24 ટકા વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યાં છે. જે ગત વર્ષની સરખામણીએ વધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply