Skip to main content
Settings Settings for Dark

IKDRC દ્વારા 4 નવા ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કરાયો

Live TV

X
  • ૨૧ અત્યાધુનિક ડાયાલિસિસ મશીનથી સજ્જ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કરાયો

    ૨૧ અત્યાધુનિક ડાયાલિસિસ મશીનથી સજ્જ ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે ૨૧ અત્યાધુનિક મશીનથી સજ્જ છે.
    આ અંગે પ્રતિભાવ આપતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયામક વીનિત મિશ્રાએ જણાવ્યું : “ અમારો પ્રયાસ એ છે કે ડાયાલિસિસ સેવાને સરળતાથી સુલભ અને આરામદાયક બનાવવા માટે મુસાફરીનો સમય ઘટાડવા માટે ૩૦ કિલોમીટર અંતરની અંદર રાજ્યમાં દરેક ESRD દર્દી માટે ડાયાલિસિસ સેવાઓને સુલભ બનાવવામાં આવે. ” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવાના મુસાફરીના સમયમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે એક ESRD દર્દીને ડાયાલિસિસ કરવામાં ૩ થી ૪ કલાક લાગે છે. જો કોઈ દર્દીને ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગે તો આખો દિવસ વેડફાય છે.”
    ઉલ્લેખનીય છે કે, ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં ૫૧ કેન્દ્ર ચાલે છે. જે ૫૦૦ ડાયાલિસિસ મશીનથી સજ્જ છે અહીંયા વર્ષમાં ૩ લાખથી વધુ ડાયાલિસિસ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply