Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના દિવ્યાંગ વિદ્યાર્થીએ બનાવ્યો જંતુમુક્ત કરતો યુવીસી ટાવર

Live TV

X
  • અરવલ્લી જિલ્લામાં ચાલતા એસ.એસ.આઈ.પી કેન્દ્રના એક દિવ્યાંગ વિદ્યાર્થીએ બનાવેલ યુવીસી ટાવરથી કોરોના વાયરસ સહિત કોઇપણ જંતુઓ ગણતરીની મિનિટોમાં જ થઇ જાય છે નષ્ટ

    અરવલ્લી જિલ્લામાં ચાલતા એસ.એસ.આઈ.પી કેન્દ્રમાં એક દિવ્યાંગ વિદ્યાર્થીએ જંતુમુક્ત કરતો યુવીસી ટાવર તૈયાર કર્યો છે. મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજ ખાતે ચાલતા એસ.એસ.આઈ.પી સેન્ટરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીએ આ કામગીરી કરી છે. આ ટાવરથી કોરોના વાઈરસ સહિત કોઇપણ જંતુઓ ગણતરીની મિનિટોમાં નષ્ટ થઇ જાય છે. કોરોના મહામારી આવતા મોટી ઇમારતો, શાળા-કોલેજના વર્ગખંડો, સભાગૃહોનો આકાર મોટા હોવાથી તેને સેનેટાઇઝ કરવા કે જંતુ મુક્ત કરવા એ એક મોટો પડકાર હોય છે. ત્યારે આ સમસ્યાના ઉકેલરૂપે આ પ્રોજેક્ટ એક દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 

    આ દિવ્યાંગ વિદ્યાર્થીને સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ એશિયન ઇન્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના આચાર્ય દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ યુવીસી ટાવરના પ્રોજેક્ટનું મોડાસા ખાતે સફળતાપૂર્વક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
apply