જાણો, આ પુસ્તકમાં છે 100 મહિલા વૈજ્ઞાનિકોના જીવનની સફર
Live TV
-
એવી 100 મહિલા વૈજ્ઞાનિકોની યાત્રાની વાર્તા એક પુસ્તકના રૂપમાં આપવામાં આવી છે, જેમણે તેમની કારકિર્દી મધ્યમાં છોડી દીધી હતી અને તે પછી તેઓ ફરીથી વિજ્ઞાનમાં પાછી ફરી છે. મહિલા વૈજ્ઞાનિકોએ ટાંક્યું હતું કે તેઓ પારિવારિક જવાબદારીઓ અને સામાજિક કારણોને લીધે વિજ્ઞાનમાં પોતાની કારકીર્દિ છોડવી પડી હતી. આ પુસ્તકમાં, તેમની યાત્રા વર્ણવવામાં આવી છે કે કેવી રીતે તેઓએ ઘણાં અવરોધો વિરુદ્ધ ફરીથી કામ શરૂ કર્યું. આવી મહિલાઓ સમાન પરિસ્થિતિનો સામનો કરી રહેલી તમામ ભારતીય મહિલાઓ માટે આ મહિલાઓ ઉદાહરણ બની શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીએસટી)ના નોલેજ ઈન્વોલ્વમેન્ટ ઈન રિસર્જ એડવાન્સમેન્ટ થ્રુ નર્ચરિંગ (કિરણ) વિભાગ (જે હવે WISE-KIRAN) દ્વારા એવી મહિલા વૈજ્ઞાનિકોને સમર્થન આપી રહ્યું છે જેમણે તેમની કારકિર્દી મધ્યમાં છોડી દીધી છે. વિભાગ આ મહિલાઓને વિજ્ઞાનમાં પાછા ફરવા માટે મહિલા વૈજ્ઞાનિક યોજના (ડબ્લ્યુઓએસ) દ્વારા મદદ કરે છે. આ પુસ્તિકા પસંદ કરેલી મહિલાઓની વાર્તાઓ આપે છે જેમણે આ યોજના ડબ્લ્યુઓએસ-સી હેઠળ તાલીમ પૂર્ણ કરી છે અને હવે તેઓ તેમની કારકિર્દીની નવી ઉંચાઈઓ સર કરવા માટે તૈયાર છે.
પુસ્તિકામાં 100 જેટલી મહિલા વૈજ્ઞાનિક યોજનાના તાલીમાર્થીઓની બાબતમાં જણાવાયું છે. આમાં, આ મહિલાઓના જીવનની વાર્તા, તેઓ જીવનના તમામ અવરોધોને કેવી રીતે દૂર કરવામાં સફળ થઈ. આ પુસ્તિકા ડિજિટલ અને પ્રિન્ટીંગ બંનેમાં ઉપલબ્ધ છે. ડી.એસ.ટી.ના સેક્રેટરી પ્રો. આશુતોષ શર્મા કહે છે, "હું જાણું છું કે આ યોજનાથી લાભ મેળવનારી ઘણી વધુ સફળતાની વાતો છે, જે આગામી સમયમાં રજૂ કરવામાં આવશે."
મહિલા વૈજ્ઞાનિકોની યાત્રા દર્શાવવા ઉપરાંત, પુસ્તક તેમની શૈક્ષણિક લાયકાત, વિશેષતા, વર્તમાન રોજગારની સ્થિતિ, અનુભવ અને બૌદ્ધિક સંપદા અધિકારમાં તકનીકી લાયકાત વિશે પણ માહિતી ઉપલબ્ધ છે, જેને આ મહિલા વૈજ્ઞાનિકોએ તેમની તાલીમ પૂર્ણ કર્યા પછી પ્રાપ્ત કરી છે.
ડબ્લ્યુઓએસ-સી એ વિભાગની મુખ્ય યોજના છે અને તેને 2015મા નારી શક્તિ પુરસ્કાર (રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ) પણ મળ્યો છે. આ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો. ડબ્લ્યુઓએસ-સીનો અમલ ટેકનોલોજી માહિતી, આગાહી અને મૂલ્યાંકન પરિષદ (ટીઆઈએફએસી), નવી દિલ્હી દ્વારા કરવામાં આવે છે. તે ડી.એસ.ટી. હેઠળ સ્વાયત સંસ્થા છે. કાર્યક્રમ અંતર્ગત, વિજ્ઞાન / એન્જિનિયરિંગ / દવા અથવા બૌદ્ધિક સંપત્તિ હકો અને તેમના સંચાલન ક્ષેત્રે યોગ્યતા ધરાવતી મહિલાઓને એક વર્ષની તાલીમ આપવામાં આવે છે. જે મહિલાઓની ઉંમર 27 થી 45 વર્ષની વચ્ચે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. પેટન્ટ ફાઇલિંગના સ્પષ્ટીકરણો, પેટન્ટના ઉલ્લંઘનના કિસ્સામાં કાનૂની કાર્યવાહી અને પેટન્ટ સંબંધિત અન્ય કાર્યોની મહિલાઓને તાલીમ આપવામાં આવે છે.
તાલીમના આધારે, ભારતમાં બૌદ્ધિક સંપત્તિ હકોનું સંચાલન, સુરક્ષા અને નિર્માણ માટે તૈયાર મહિલાઓનું જૂથ વિકસાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. લગભગ 800 મહિલાઓને 11 બેચમાં તાલીમ આપવામાં આવી હતી અને લગભગ 270 મહિલાઓએ પેટન્ટ એજન્ટ તરીકે નોંધણી કરાઈ હતી. ઘણી મહિલાઓએ પોતાની આઈપી કંપની શરૂ કરી અને કેટલીક ઉદ્યમીઓ બની. આ યોજનાએ મહિલાઓને તકનીકી રીતે સક્ષમ અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. એવી ઘણી પુખ્તવયની મહિલાઓ પણ છે જે પહેલાં ઘરે બેસતી, પરંતુ હવે તેઓ આઈપી પ્રોફેશનલ બની ગઈ છે.