જીટીયુ ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઈન્ટરનેશનલ લેવલે પ્રાપ્ત થયું દ્રિતિય સ્થાન
Live TV
-
તાજેતરમાં ડેન્માર્ક ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા "ઘાના વોટર ચેલન્જ” ની થીમ પર ઈન્ટરનેશનલ ગ્લોબલ નેક્સ્ટ જનરેશન વોટર એક્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘાના, મેક્સિકો, ઈન્ડિયા, ડેન્માર્ક, કેન્યા સહિતના વિવિધ દેશોની 22 ટીમોએ ભાગ લિધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી - અટલ ઈનોવેશન સંકુલના ઈન્ક્યુબેટર્સ દ્વારા નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને દ્રિતિય સ્થાન પ્રાપ્ત થયું છે. આ ચેલેન્જમાં ટોપ-3 માં સ્થાન પ્રાપ્ત કરનાર જીટીયુ ભારતની એકમાત્ર ટીમ હતી.
ઔદ્યોગીક એકમ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં વિવિધ પ્રકારના ઘન, પ્રવાહી અને રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેમાં વપરાયેલ પાણીનો પણ પુન:ઉપયોગ શક્ય બને તે અતિ મહત્વનું છે. આ હેતુસર, જીટીયુની ટીમ દ્વારા IOT આધારીત આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ઔદ્યોગીકરણ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને એઆઈસી ડાયરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટ દ્વારા રૂદ્રી પંડ્યા સહિત ટીમ મેમ્બર્સ કવન ધમસાનિયા, રાજ ગોહિલ અને વત્સલ સફાયાને ઈન્ટરનેશનલ લેવલે દ્રિતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.