ચોમાસાના આગમન પહેલા જ સરદાર સરોવર ડેમની સપાટી સવા સાત મીટર જેટલી ઘટાડાઈ
Live TV
-
નર્મદામાં જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળ સપાટી છેલ્લાં 20 દિવસમાં આશરે સવા સાત મીટર જેટલી ઘટી છે. વીજ મથકોને સતત ચલાવવામાં આવતા લગભગ 35 હજાર ક્યુસેક જેટલું પાણી ડિસ્ચાર્જ થાય છે. આ મહિનાની શરૂઆતના દિવસે નર્મદા ડેમની જળ સપાટી 123.38 મીટર સુધી હતી, જેના કારણે સરદાર સરોવર ડેમના તમામ વીજ મથકોને સતત 24 કલાક ચલાવવામાં આવી રહ્યા છે. રોજનું 35 હજાર ક્યુસેક કરતાં પણ વધુ પાણી વીજ મથકમાંથી ડીસ્ચાર્જ થતા આજે 20 માં દિવસે ડેમની જળ સપાટી ઘટીને 116.16 મીટર ઉપર પહોંચી છે. નર્મદા ડેમનો લાઈવ સ્ટોરેજ 670 મિલિયન ક્યુબિક મીટર છે. અત્યારે રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા યુનિટ સતત ચાલુ છે, જેના કારણે રોજની સરેરાશ 14 મિલિયન યુનિટ વીજળી ઉતપન્ન થઈ રહી છે. ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થતા વરસાદના નવા પાણીનું આગમન થાય તે પહેલાં જ તંત્ર દ્વારા ડેમની જળ સપાટી ઘટાડવામાં આવી રહી છે.