આજે ઈસરો દ્વારા પેડ એબાર્ટ ટેસ્ટ કરવામાં આવ્યો
Live TV
-
નોંધનીય છે કે આ ભારતના ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલના ચૂકાદાની નોંધ ઇંગ્લેન્ડની કોર્ટ દ્વારા લેવાયેલો પ્રથમ દાખલો છે.
આજે ઇસરો દ્વારા એક મહત્વનો પેડ એબાર્ટ ટેસ્ટ કરવામાં આવ્યો. અંતરિક્ષયાનમાં માણસ મોકલતી વખતે પ્રક્ષેપણ સમયે કોઇ મુશ્કેલી ઉભી થાય, તેવા સમયે યાન ચાલકો અને કર્મચારીઓ સાથે અંતરિક્ષ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. તેને ધ્યાનમાં રાખી ઇસરોએ આજે એક અગત્યનું પરિક્ષણ કર્યું છે.
ક્યુ એસ્કેપ સીસ્ટમ નામના કાર્યક્રમ સંબંધિત પરિક્ષણોની શ્રૃંખલાનું આ પહેલું પરિક્ષણ હતું. આ પ્રણાલીનો ઉદ્દેશ્ય પ્રક્ષેપણ સમયે સંકટની સ્થિતિની અંતરિક્ષ યાત્રીઓ સાથે ચાલકો અને કર્મચારીઓના મોડ્યુઅલને તરત પ્રક્ષેપણયાનથી અલગ કરી સુરક્ષિત સ્થળે લઇ જવું છે. આ પરિક્ષણ સતીષ ધવન સ્પેસ સેન્ટર , શ્રી હરીકોટામાં સવારે 7 વાગે કરવામાં આવ્યું , જેને મોટી સફળતા મળી છે. તેમાં માનવની જગ્યાએ એક ક્રૂ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મોડેલ સાથે એક કેપ્સ્યુલ પણ રાખવામાં આવ્યો છે.,જે રોકેટ સાથે જોડાયેલ છે. જ્યારે સોલિડ મોટર એન્જીનમાં આગ લગાવતા તે હવામાં લોન્ચ થયું ત્યારે આ કેપ્સુલ હવામાં જ એન્જીનથી છૂટી પડી ગયું અને થોડી વાર પછી કેપ્સુલ પોતાની મૂળ જગ્યાએ એ સુરક્ષિત ઉતર્યું , જેમાં 259 સેકન્ડનો સમય થયો.