દિલ્હીઃ સાયબર સુરક્ષા પર જાગરૂકતા કાર્યક્રમનું આયોજન
Live TV
-
દિલ્હીના વૃદ્ધો માટે પણ સાયબર ક્રાઈમ હેઠળ થનારી છેતરપિંડીથી બચાવવા માટે દિલ્હી પોલીસે એક જાગરૂકતા કાર્યક્રમ યોજ્યો હતો.
દિલ્હી પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે સાયબર સુરક્ષા પર એક જાગરૂકતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હંસરાજ ગંગારામ આહિરે વરિષ્ઠ નાગરિકોને સંબોધિત કર્યા હતા.
દિલ્હી પોલીસ 'સદા આપની સાથે' ના પોતાના સૂત્રને ચરિતાર્થ કરતી જોવા મળી હતી. વરિષ્ઠ નાગરિકો માટે પણ દિલ્હી પોલીસ હંમેશા ગંભીર જોવા મળી છે. દિલ્હીના વૃદ્ધો માટે પણ સાયબર ક્રાઈમ હેઠળ થનારી છેતરપિંડીથી બચાવવા માટે દિલ્હી પોલીસે એક જાગરૂકતા કાર્યક્રમ યોજ્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ ગંગારામ અહિરે વરિષ્ઠ નાગરિકોને સંબોધતાં કહ્યું હતું કે, 'સરકાર સાયબર ક્રાઈમ ગુનાઓને ઑનલાઈન નોંધાવી શકાય તેના માટે એક પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. ઉપરાંત દેશમાં પોલીસના સાયબર ફોરેન્સિક પ્રશિક્ષણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.'