શુક્રવારે સદીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્ર ગ્રહણ, ત્રણ કલાકથી વધુ સમય જોઈ શકાશે
Live TV
-
શુક્રવારે એટલે કે 27 જુલાઇની રાત્રે 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ થશે. ગુજરાત સહિત સમગ્ર ભારત તથા દક્ષિણ એશિયાના દેશોમાંથી ગ્રહણને નરી આંખે નિહાળી શકાશે.
આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ છે. એટલે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જશે. ગ્રહણ દરમ્યાન પૃથ્વીના પડછાયા તળે ચંદ્ર સંપૂર્ણ પણે ઢંકાઈ જશે. જો કે સૂર્યના પ્રકાશની છાયાને કારણે ગ્રહણ દરમ્યાન ચંદ્ર લાલ રંગનો થઈ જશે તેથી આ પ્રકારના પૂર્ણ ચંદ્ર ગ્રહણને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.
જાણીએ આ સપ્તાહે થનારા ચંદ્ર ગ્રહણ વિશે કેટલીક રસપ્રદ માહિતી.
- આ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થઈને 3 કલાક 49 મિનિટે તેનો અંત આવશે.
- આંશિક ચંદ્રગ્રહણ બે કલાક 12 મિનિટ સુધી જ્યારે પૂર્ણ ગ્રહણ એક કલાક અને 43 મિનિટ સુધી જોવા મળશે.
- ગ્રહણ દરમિયાન અલ્ટ્રાવાયલેટ કિરણો નીકળે છે. જે સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. ગ્રહણ દરમ્યાન ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. જેના કારણે ગુરૂત્વાકર્ષણનો સૌથી વઘારે પ્રભાવ હોય છે. તેથી સમુદ્રમાં ભરતી-ઓટ પણ થાય છે.
- આ ચંદ્ર ગ્રહણ એટલા માટે દૂર્લભ છે કારણ કે 104 વર્ષ પછી પહેલીવાર ચંદ્ર ગ્રહણ આટલો લાંબો સમય ચાલશે. એટલું જ નહીં હવે 2099 સુધી આટલું લાંબુ ચંદ્ર ગ્રહણ નિહાળી શકાશે નહીં.