સુનિતા વિલિયમ્સનો NASA માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમમાં સમાવેશ
Live TV
-
ભારતીય મૂળની અમેરિકાની અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસાએ તેમના પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ યાદીમાં સામેલ કરી છે. આ યાદીમાં કુલ નવ અંતરિક્ષ યાત્રી છે. વર્ષ 2011માં નાસાએ અંતરિક્ષ શટલ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
અંતરિક્ષ યાનના વિકાસ અને નિર્માણની યોજનાના વર્ષો બાદ ,નાસા આ વર્ષે તેમના અંતરીક્ષ યાત્રીઓને કોર્મશિયલ ઉડાનોમાં ઉપયોગ કરવા જઈ રહ્યું છે.આ અંતરિક્ષ યાત્રીઓ, બોઈંગ સી.એસ.ટી - 100 સ્ટર લાઈનર સ્પેસ એ.એસ. ડ્રેગન કેપ્સૂલ શરૂ કરશે. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર તરફ 2019થી આવા ગમન શરૂ કરશે.