સૂર્યની નજીક પહોંચવાની તૈયારી, નાસા મોકલશે પાર્કર સોલર પ્રોબ યાન
Live TV
-
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) પોતાના અંતરિક્ષ યાનને સૂરજ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. સૂરજને અડવા માટે ડિઝાઈન કરાયેલ દોઢ બિલિયન ડૉલરના અંતરિક્ષ યાનને 11 ઑગસ્ટે લોન્ચ કરાશે.
નાસા તરફથી સૂર્ય પર મોકલવામાં આવતા આ યાનનું નામ પાર્કર સોલર પ્રોબ છે. પાર્કર સોલર મિશનમાં કારના આકારનું એક અંતરિક્ષ યાન સીધું સૂર્યના કોરોનાના ચક્કર લગાવશે. આ યાનનું નામ 91 વર્ષીય સૌર વૈજ્ઞાનિક યુઝીન ન્યૂમેનના નામ પરથી રખાયું છે. આગામી કેટલાક વર્ષોમાં આ યાન સૂર્યની નજીક 61 લાખ કિમી દૂરથી ચક્કર લગાવશે.
આ અંતર અત્યાર સુધી સૂર્ય પર મોકલાયેલ તમામ યાનોમાં સાત ગણું ઓછું એટલે કે નજીકનું છે. પહેલીવાર કોઈ યાન સૂર્યની આટલું નજીક જશે. નાસાએ પહેલીવાર કોઈ જીવિત વ્યક્તિના નામ પરથી આ મિશનનું નામ રાખ્યું છે.