દાદરા નગર હવેલીનાં જંગલોમાં સરિસૃપ જીવોની ઓળખ માટે સૌ પ્રથમ વાર સર્વે કરાયો
Live TV
-
દાદરા નગર હવેલીનાં જંગલોમાં સરિસૃપ જીવોની ઓળખ માટે સૌ પ્રથમ વાર સર્વે કરવામાં આવ્યો
દાદરા નગર હવેલીનાં જંગલોમાં સરિસૃપ જીવોની ઓળખ માટે સૌ પ્રથમ વાર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ રાજકોટ કલકત્તા અને છત્તીસગઢના બાયોલોજિસ્ટોએ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ફરી સરવે કર્યો હતો.આ કામગીરી નાજા ઇન્ડિયા અને એનજીઓ કર્તવ્યના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. બે દિવસના કાર્યક્રમમાં ઉમરકૂઇ સાતમાલિયા ડિયરપાર્ક અને લુહારીનાં જંગલ વિસ્તારોમાં ટ્રેકિંગ તથા વિઝયુલ એન્કાઉન્ટર ટેકનીક દ્વારા સરિસૃપોના રહેઠાણ અને વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં કેટલીક દુર્લભ પ્રજાતિઓની ઓળખ મળી હતી. જેમાં અગામા ગરોળી ગેકો ગરોળી તેમજ દેડકાની પ્રજાતિમાં ફેઝવારીયા ફ્રોગ બરોઇગ ફ્રોગ બ્રુક ગેકો બુલ ફ્રોગ રામાનોલા ફ્રોગ.સહિતની પ્રજાતિ મળી આવી હતી. આ સિવાય ટ્રી સ્કોર્પિયન જંગલી ડુક્કર રસેલ વાઇપર અજગર કોમન ટ્રી કોબ્રા જેવા અલગ અલગ પ્રકારના સાપ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં નાજાના સોહમ મુખરજી બિંકિ દેસાઈ લોરેન ડિસોઝા તથા કર્તવ્ય એનજીઓના નિપુણ પંડયા અને હિતેશ પટેલની ટીમ ઉપસ્થિત રહી હતી.