હવે ડ્રોનને મળશે ખુલ્લુ આસમાન
Live TV
-
. સુરક્ષાની દૃષ્ટિએ , મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનના પરિચાલનને સુવ્યવસ્થિત બનાવવા માટે નવા નિયમો તૈયાર કર્યા છે. જે પ્રમાણે ડ્રોનનો નિયમિત ઉપયોગ કરવા ઘણું સરળ બની જશે. આથી દેશમાં રોજગારની તકો પણ ઊભી થશે. પહેલી ડિસેમ્બર 2018થી આ નિયમો લાગુ પડશે. ડ્રોન કૃષિ ક્ષેત્ર, મનોરંજન જેવા ક્ષેત્રોમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. ખાસ વાત એ છે કે, આ આખી સિસ્ટમ ડિજીટલ રહેશે. જેમાં ડિજીટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા ડ્રોન સેવા પ્રદાન કરનાર કંપની પોતાની જાણકારી આપશે. ડ્રોનને ફક્ત દિવસમાં જ ઉડાણ ભરવાની મંજૂરી મળશે. એર સ્પેસને , ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં રેડ ઝોન, યલો ઝોન , અને ગ્રીન ઝોનનો સમાવેશ થાય છે. કુદરતી સંકટ સમયે પણ ડ્રોનના ઉપયોગથી ફાયદો થશે. નિયમાવલી પ્રમાણે ડ્રોનને વજન પ્રમાણે , પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. નેનો , સુક્ષ્મ, લઘુ , મધ્ય, અને મોટા ડ્રોન. ડ્રોનની ગુણવત્તા માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. સુરક્ષાની દૃષ્ટિએ , મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ કરી શકાશે નહીં.