સિરામીક ઉદ્યોગ વીજ વપરાશ માટે સોલાર સિસ્ટમ તરફ વળ્યો
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં સિરામીક ઉદ્યોગ વ્યાપક પ્રમાણમાં ધમધમે છે. વિસ્તારમાં 300 જેટલા સિરામિક ઉદ્યોગ આવેલા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં સિરામીક ઉદ્યોગ વ્યાપક પ્રમાણમાં ધમધમે છે. વિસ્તારમાં 300 જેટલા સિરામિક ઉદ્યોગ આવેલા છે. કારખાના ચલાવવા મોટા પ્રમાણમાં વીજ વપરાશ કરવો પડે છે પરંતુ કેન્દ્ર સરકારે કરેલી અપીલને પગલે સિરામિક ઉદ્યોગ હવે સોલાર સિસ્ટમ તરફ વળ્યો છે. હાલ ચાર જેટલા એકમમાં સોલર સિસ્ટમ બેસાડવામાં આવતા વીજ બિલમાં રાહત મળી રહી છે. અગાઉ માસિક બે લાખ જેટલું બિલ આવતું હતું જે હવે ઘટીને 50 હજાર થઈ ગયું છે. જેનાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને વેપારીઓ તેમજ ગ્રાહકો બંનેને લાભ થશે.