પૃથ્વીથી 600 પ્રકાશવર્ષ દૂર શનિથી નાના નેપ્ચ્યુન આકારના ગ્રહની શોધ
Live TV
-
ભારતીય અનુસંધાન પ્રયોગશાળાના અમદાવાદના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 600 પ્રકાશવર્ષ દૂર શનિથી નાના નેપ્ચુન આકારના ગ્રહની શોધ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વીથી 600 પ્રકાશવર્ષ દૂર ઉપશનિના આકારનો ગ્રહની શોધ કરી નવો ઇતિહાસ રચનાર વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ સંદેશમાં કહ્યું છે કે," મને આપણા વૈજ્ઞાનિક ઉપર ખૂબ જ ગર્વ છે. જેમણે પૃથ્વીથી 600 પ્રકાશવર્ષ દૂર એક ઉપશનિ આકારના ગ્રહની શોધ કરી ઇતિહાસ રચ્યો છે. તેમને શુભેચ્છા." ભારતે તારાઓ ફરતે ગ્રહની શોધ કરનારા દેશોના વિશિષ્ઠ જૂથમાં સ્થાન મેળવ્યું છે.