આણંદનાં વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કર્યો અનોખો પ્રયાસ
Live TV
-
કોરોના મહામારીમાં કોરોના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ મહત્વનું છે, ત્યારે આણંદનાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીનાં લોકવિજ્ઞાન કેન્દ્રમાં ઈલેક્ટ્રોનિકસ વિભાગનાં બે વિદ્યાર્થીઓએ રીચાર્જેબલ સોશિયલ ડિસ્ટન્સીંગ કેપ તૈયાર કરી છે, જે પહેરવાથી જો કોઈ પણ વ્યકિત 60 સેન્ટીમીટર નજીક આવે તો કેપમાં બર્જર વાગવા લાગે છે, અને ટોપી પહેરનાર વ્યકિત સોશિયલ ડિસ્ટન્સીંગ અંગે સજાગ થઈ જાય છે. યુનિવર્સીટીનાં લોકવિજ્ઞાન કેન્દ્રમાં શારદા મંદિરની એક વિદ્યાર્થીનીએ પ્રોજેકટમાં સોશિયલ ડિસ્ટન્સીંગ માટેની કેપનો આઈડીયા આપ્યો હતો, જેનાં આધારે લોકવિજ્ઞાન કેન્દ્રનાં નિયામકે ઈલેકટ્રોનિકસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ અનુજ પટેલ, મંયક માછી અને નિર્મલ સોનીને આ આઈડીયા પર કંઈક નવું સંશોધન કરવા જણાવતા ત્રણેય વિદ્યાર્થીઓ દ્વારા રીચાર્જેબલ સોશિયલ ડીસ્ટનીંગ કેપ તૈયાર કરી એક નવું સંશોધન કર્યું છે. આ કેપ ગરમીમાં પહેરી શકાય તેવી સામાન્ય કેપ છે, જેથી આ કેપ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવામાં લોકોને ખૂબ જ મદદ મળશે.