છોટા ઉદેપુર: મધમાખી પાલન અંગેની ત્રણ દિવસીય ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
છોટા ઉદેપુર જિલ્લામાં વૈજ્ઞાનિક ઢબે મધમાખી પાલન અંગેની ત્રણ દિવસીય ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, પાટણ, ભૂજ અને નવસારી જિલ્લામાંથી 100 જેટલા ખેડૂતો, ગ્રામસેવકો અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તાલીમમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અટારી, પુનાના નિયામક ડોક્ટર લખનસિંગે ખેડૂતોને મધમાખી પાલનથી ખેતીમાં ઉત્પાદન વધારી શકાય તે અંગે માહિતી આપી હતી. આ સાથે જ મધમાખીની વિવિધ જાતિ-પ્રજાતિ અને મધના ઉપયોગ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મધમાખી પાલન અંગે ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય મધમાખી બોર્ડની સહાયલક્ષી યોજના અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.