નાસાએ મંગળ ગ્રહ પર હેલિકોપ્ટર ઉડાવીને રચ્યો ઈતિહાસ
Live TV
-
અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASA એ આજે મંગળ ગ્રહ પર પોતાના ઈંજીન્યૂટી હેલિકોપ્ટરને ઉડવ્યુ હતુ.
અમેરિકાની અંતરિક્ષ સંસ્થા NASA એ આજે મંગળ ગ્રહ પર પોતાના ઈંજીન્યૂટી હેલિકોપ્ટરને ઉડવ્યુ હતુ. અંતરિક્ષ ઈતિહાસની આ પ્રથમ ઘટના છે જેમાં કોઈ અન્ય ગ્રહ પર પૃથ્વીથી સંચાલીત હેલિકોપ્ટર ઉડાવવામાં આવ્યુ હોય.
5 એપ્રિલના રોજ ઈંજીન્યૂટી હેલિકોપ્ટરને માર્સ પર્સિવરેંસ રોવરમાંથી બહાર કાઢીને મંગળ ગ્રહ પર ઉતારવામાં આવ્યુ હતુ. પરંતુ ત્યારે હેલિકોપ્ટરના સંચાલનમાં ખામી આવતાં તેની ઉડાનનો પ્રયોગ આજે કરાયો હતો.
ઈંજીન્યૂટી હેલિકોપ્ટર સૌર ઉર્જાથી સંચાલીત બેટરી સાથે સંચાલીત કરવામાં આવ્યુ છે એને હેલિકોપ્ટરની ઉપર સોલાર પ્લેટ લગાવામાં આવી છે જે બેટરી ચાર્જ કરે છે.
નાસાના આ ઈંજીન્યૂટી હેલિકોપ્ટરના પ્રયોગથી એ સાબિત થયું છે કે પૃથ્વી પરથી સંચાલીત હેલિકોપ્ટર ઉડાવી શકાય છે. આ સફળ પ્રયોગથી અંતરિક્ષ વિજ્ઞાનમાં નવી દિશાઓ ખુલી છે. ભવિષ્યમાં ડ્રોન અને બીજા હેલિકોપ્ટર અન્ય ગ્રહો પર મોકલવામાં આ પ્રયોગ ઘણો ઉપયોગી સાબિત થવાનો છે.